મિત્રો,
વિકિસ્રોત પર વિહરમાન સહકાર્ય પરિયોજના - "ફ્લૉરેન્સ નાઇટિંગેલનું જીવન ચરિત્ર" ની
ભૂલશુદ્ધિનું કાર્ય ૯૦% પૂર્ણ થયું છે. આ સાથે પરિયોજના ક્રમાંક ૬૦ હેઠળ ગાંધીજીના લખાણોનું
સંકલન "ગાંધીજીનો અક્ષરદેહ ખંડ ૧"(A)ને સ્રોત પર ચડાવવાનું કાર્ય હાથમાં લઈએ છીએ.
ગાંધીજીનો અક્ષર દેહ આ સંકલન લગભગ ૫૦થી વધુ દળદાર પુસ્તકો ધરાવે છે. આથી તેમને વ્યવસ્થાપનની
સગવડતા ખાતર નાના નાના ખંડોમાં વિભાજીત કર્યા છે.
આ પરિયોજનામાં જોડાવા માટે નીચેની કડી પર જઈ વધુ માહિતી મેળવી શકાશે.
https://gu.wikisource.org/wiki/%E0%AA%B8%E0%AB%82%E0%AA%9A%E0%AA%BF_%E0%AA%…
આભાર
સુશાંત સાવલા