મિત્રો,
સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર ગાંધીજી રચિત ઐતિહાસિક તવારીખ "દક્ષિણ
આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ" ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. આ પુસ્તક ૨૦મી સદીની
શરૂઆતમાં દક્ષિણ આફ્રિકામાં રહેતા હિંદીઓ દ્વારા તેમને થયેલા અન્યાય વિરોધી ચળવળ અને
સત્યાગ્રહના જન્મની કથાને વર્ણવે છે. આ પરિયોજના ૨૪-૦૧-૨૦૧૫ ના દિવસે ચાલુ થઈ અને ૧૨-૦૩-૨૦૧૫
ના દિવસે તે પૂર્ણ થઈ છે. તેમાં વ્યોમ(જુનાગઢ) અને સુશાંત (મુંબઈ) એ ભાગ લીધો.
ગાંધીજીની આ ઐતિહાસિક રચનાને માણવા સૌને આમંત્રણ છે. વિકિસ્રોત પરની આ પુસ્તકની કડી:
https://gu.wikisource.org/wiki/%E0%AA%A6%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AA%B…
સુશાંત સાવલા