આ કાર્યક્રમ ભરુચ ખાતે આવેલા નર્મદાનગર કોમ્યુનિટી સાયન્સ સેન્ટરના ઉપક્રમે યોજાયેલા ભરુચ જિલ્લાઓની શાળાઓ માટેના વિજ્ઞાનમેળા દરમ્યાન કરવામાં આવ્યો હતો. એમાં ગુજરાતી વિકિપીડિયા તેમજ વિકિસ્ત્રોતનો લાભ કઈ રીતે મેળવી શકાય, હાલમાં કઈ કઈ માહિતીઓ/ પુસ્તકો/ રચનાઓ ઉપલબ્ધ છે, અહીં યોગદાન કઈ રીતે કરી શકાય, ગુજરાતી ભાષામાં કેવી રીતે લખી શકાય, વિકિ નીતિઓ શું છે, વગેરે બાબતોની સમજ લોકોને આપવામાં આવી હતી. આ ઉપરાંત જુદા જુદા લેખો લોકોને કોમ્પ્યુટર પર બતાવ્યા હતા. આ મેળો બે દિવસ ચાલ્યો હતો. ભરુચ રહેતા દેવેન્દ્રસિંહ ગોહિલ, સતિષ પટેલ તથા જયમપટેલ વિકિપીડિઅન તરીકે હાજર રહ્યા હતા.
 
મિત્રો, ઉપરની નોંધ સતિષભાઈએ આપણને જણાવી છે. તે વિષે મારે એક જ વાત કહેવાની કે,  અદ્ભુત, અતિ અદ્ભુત સતિષભાઈ! આમ એકલા હાથે કોઈપણ બાહ્ય મદદ વગર આવા dedication સાથે નિસ્વાર્થ ભાવે કામ કરવા બદલ આપની સરાહના કરું એટલી ઓછી છે. અને હા, સાથે સાથે દેવેન્દ્રસિંહજી અને આપણા જયમભાઈએ પણ ખભેખભા મીલાવીને આ વિજ્ઞાનમેળામાં સૌને વિકિપીડિયા વિષે જ્ઞાન વહેંચ્યું તે બદલ વિકિપીડિયા વતી હું આપનો આભારી છું.