નૂપુરબેન,
 
આ કાર્યક્રમ ફેબ્રુઆરીમાં કે પછી એપ્રિલમાં લઈ જવાની કોઈ શક્યતા ખરી? કેમકે માર્ચ મહિનાના અંતમાં વિકિસ્ત્રોતની પ્રથમ વર્ષગાંઠ આવશે, અને તે નિમિત્તે એક વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન અમે લોકો કરી રહ્યા છીએ. ઉપરા છાપરી બે કાર્યક્રમો થાય એના બદલે થોડા સમયના અંતરે કશુંક યોજાય તો સારું. વિકિસ્ત્રોતની વર્ષગાંઠ નિમિત્તના કાર્યક્રમનું આયોજન કોમ્યુનિટી કરવા માંગે છે, જરુર પદશે તો વિકિમીડિયા ઇન્ડિયા ચેપ્ટર પાસેથી આર્થિક સહાય મેળવવાનો પ્રયત્ન કરીશું. આપ A2K Programmeના કર્મચારી હોવાને નાતે હજુ ચેપ્ટર સાથે જોડાયેલા છો? રાજકોટનો કાર્યક્રમ ચેપ્ટર કરી રહ્યું છે, કે પછી A2K Programme અથવા પછી સ્વયંસેવકો (community) દ્વારા થઈ રહ્યું છે? હું એપ્રિલ મહિનામાં ભારતમાં હોઈશ, એટલે કાર્યક્રમનું આયોજન કોણ અને કઈ રીતે કરી રહ્યું છે તે ખબર પડે તો મારો સહયોગ આપવાની ખબર પડે (જો કાર્યક્રમ એપ્રિલમાં ખસેડી શકાય તેમ હોય તો જ).

આભાર,
ધવલ સુ. વ્યાસ

2013/1/18 noopur <noopur@cis-india.org>

ગુજરાતી વિકિપીડિયા ના મિત્રો,
આપ સૌ ને નવા વર્ષ ની શુભેચ્છાઓ! વિકિપીડિયા પર સભ્યો ની સંખ્યા નાં આંકડા જોતા, મને આ દેખાયું! ગુજરાતી વિકિપીડિયા ના સભ્યો ની સંખ્યા માં ગયા વર્ષ માં ૧૫૦ ટકા વધારો થયો છે! વિકિસોર્સ ના સરસ સમાચાર બદલ પણ અભિનંદન!

બે દિવસ પહેલા મારી વાત રાજકોટમાં જીતેન્દ્ર ભાઈ ના મિત્ર હર્ષ ભાઈ જોડે થઇ. તેમણે જણાવ્યું કે રાજકોટ ની ત્રણ સંસ્થાઓ વિકિપીડિયા વર્કશોપ યોજવા આતુર છે. મેં તેમણે કહ્યું કે આ આપણા સૌ ગુજરાતી વિકિપીડિયા સભ્યો ને મળવાની પણ સારી તક હોઈ શકે. જો આપ સૌ ને રસ હોય તો આપડે માર્ચ મહિના માં આ કાર્યક્રમ એવી રીતે ગોઠવીએ કે વધુ માં વધુ મિત્રો મળી શકીએ. જો કોઈ મિત્રો ને પ્રવાસ આયોજન માં આર્થીક સગવડ ની મુશ્કેલી હોય તો સંકોચ ના અનુભવશો. આપડે એની વ્યવસ્થા જરૂરથી કરી શકીશું. આ ફક્ત એક પ્રસ્તાવ છે આપડે સૌ મળી શકીએ તે માટે. આપણા વિચાર જરૂર જણાવશો!

આભાર
નૂપુર

 

_______________________________________________
Wikipedia-gu mailing list
Wikipedia-gu@lists.wikimedia.org
https://lists.wikimedia.org/mailman/listinfo/wikipedia-gu