વેબ ગુર્જરી'એ સમુદાય-સહયોગ્ની ભૂમિકા વડે કરેલ પ્રથમ ઈપુસ્તક ગ્રીષ્મવંદનાનાં પ્રકાશનની સફળતા હવે કમ્પ્યુટરઇન્ટરનેટ અને ગુજરાતી” આ વિષય પરનાં ત્રણ પુસ્તકોનું આયોજન વિચારેલ છે. 
 
"આ પ્રકાશનની વિશેષતા એ હશે કેબધાં પુસ્તકો સામુહિક ધોરણેસૌની મદદ વડે પ્રગટ થશે. પુસ્તકના પ્રકાશક તરીકે વેબગુર્જરી હશે અને પુસ્તકની સઘળી કષ્ટદાયક કામગીરી કરનાર સંપાદકો પણ વેગુના જ હશે પરંતુ પુસ્તકોના પરામર્શકો તરીકે જે તે વિષયના નેટજગતના નિષ્ણાતો હશે. આ નિષ્ણાતોની સલાહથી વિષયો અને તેની અનુક્રમણિકાઓ તૈયાર કરવામાં આવશે અને તે પછી જે તે પેટાવિષયોનાં લખાણો તૈયાર કરવા માટે જે તે વિષયના લેખકોને વિનંતી કરવામાં આવશે.
 
આ વિષય પરનાં ત્રણ પુસ્તકોના વિષયો આ પ્રમાણે હશે 
૧) કમ્પ્યુટર : ઇતિહાસવિકાસક્રમ અને ઉપયોગ
૨) ઇન્ટરનેટ : વિકાસક્રમ અને ગુજરાતીના પ્રવેશથી આજ સુધીની સ્થિતિ
૩) નેટજગતનાં ગુજરાતી લખાણોતેના પ્રકારો અને લેખકોવાચકોનો ફાળો"
 
વેગુ તેમના લેખ - વે.ગુ. પુસ્તકપ્રકાશનની એક બહુઉદ્દેશીય યોજના !  -  દ્વારા આ વિષય પર લખાણોનું યોગદાન તો મંગાવે છે જેપણ સાથે સાથે આ પ્રયોગમાટે આ વિષય સાથે પરિચિત અને /અથવા  તકનીકી જ્ઞાન ધરાવતાં મિત્રોની એક સ્વયંયસેવી પરામર્શકસમિતિ’ બાબતે પણ ટહેલ કરી  છે.  
આપ સહુ આ બાબતે સક્રિય સહયોગ મદદ કરી શકો તેમ છોતેવું મારૂં માનવું છેતેથી આપણે મેં આ ઇ-મેલ મોકલ્યો છે. આપ પણ આપનાં મિત્ર-વર્તુળને પણ આ બાતે જાણ કરશો.
 
આપ સહુ પરામર્શકસમિતિઅંગે  આપના પ્રતિભાવો વેગુના મુખ્ય સુત્રધારો શ્રી દીપકભાઇ ધોળકિયા અને /અથવા શ્રી જુગલકિશોરભાઇ વ્યાસને મોકલો તેવી વિનંતિ છે. તેમનાં ઇ-મેલ સંપર્ક સરનામાં આ મેલમાં 'સી.સી." માં છે.
 
આભાર,
 
અશોક વૈષ્ણવ