પ્રિય કાર્તિકભાઈ,
 
ખૂબ મોટો ફેરફાર છે, અને જે મિત્રો લાંબા સમયથી યોગદાન કરે છે તેમને અને અન્ય સ્થળે (જેમકે ગુજરાતી લેક્સિકન અને ભગવદ્ગોમંડલ પર) વપરાતા કિ-લેઆઉટ સાથે સુસંગત નહી રહેતા, તેવા લોકોને મુશ્કેલી પડશે. મારા મતે U ને માટે રહેવા દેવો જોઈએ. દઉ લખવા માટે સરળ ઉપાય છે, da`u ટાઇપ કરવું. અસંધક/અયોજક કેરેક્ટર - ` નો ઉપયોગ આપણે ખાસ કરીને આવા કારણો માટે રાખ્યો છે. સ્વાગત સંદેશામાં આપેલી ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવુંની કડી પર ઘણુ સમજાવેલું છે, તેના પર નજર નાંખી જતા નવા જોડાયેલા સભ્યોને લગભગ બધું ટાઇપ કરતા ફાવી જાય છે. આપની પત્નીને પણ વિનંતિ કરશો કે તેઓ પણ [[વિકિપીડિયા:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું]] બરાબર એકાદ બે વખત જોઈ લે અને થોડો મહાવરો કરી લે.
 
મારી વિનંતિ છે કે હાલ પૂરતી આપની ગીટાહબ પૂલ રિક્વેસ્ટને મોકૂફ રાખશો.
 
તા..: સંદેશો મેં ચોતરા પર પણ મૂક્યો છે.
 
-----Original Message-----
From: wikipedia-gu-bounces@lists.wikimedia.org [mailto:wikipedia-gu-bounces@lists.wikimedia.org] On Behalf Of Kartik Mistry
Sent: 16 August 2013 12:31
To: _List_Wikimedia_Gujarati
Subject: [Wikipedia-gu] ગુજરાતી લિપ્યાંતરણ કી-બોર્ડમાં ફેરફાર અને પ્રતિભાવો
 
વ્હાલા વિકિપીડિઅન્સ મિત્રો,
 
ચોતરામાં નોંધ મૂક્યા મુજબ (જુઓ: https://tinyurl.com/gu-trans-keyboard
) ગુજરાતી લિપ્યાંતરણ કી-બોર્ડમાં મેં અમુક ફેરફારો કર્યા છે. ફેરફારો મહત્વના છે અને મોટાભાગનાં લોકો કી-બોર્ડ વાપરતાં હોવાથી પ્રતિભાવ આવકાર્ય છે.
 
ચાર-પાંચ દિવસ પછી 'પેચ' ઉર્ફ થીગડાંને પાક્કો કરવાનો વિચાર છે :)
 
--
Kartik Mistry | IRC: kart_
{0x1f1f, kartikm}.wordpress.com
_______________________________________________
Wikipedia-gu mailing list
Wikipedia-gu@lists.wikimedia.org
https://lists.wikimedia.org/mailman/listinfo/wikipedia-gu