ગુજરાતી વિકિપીડિયા ના મિત્રો,
આપ સૌ ને નવા વર્ષ ની શુભેચ્છાઓ! વિકિપીડિયા પર સભ્યો ની સંખ્યા નાં આંકડા જોતા, મને આ દેખાયું! ગુજરાતી વિકિપીડિયા ના સભ્યો ની સંખ્યા માં ગયા વર્ષ માં ૧૫૦ ટકા વધારો થયો છે! વિકિસોર્સ ના સરસ સમાચાર બદલ પણ અભિનંદન!

બે દિવસ પહેલા મારી વાત રાજકોટમાં જીતેન્દ્ર ભાઈ ના મિત્ર હર્ષ ભાઈ જોડે થઇ. તેમણે જણાવ્યું કે રાજકોટ ની ત્રણ સંસ્થાઓ વિકિપીડિયા વર્કશોપ યોજવા આતુર છે. મેં તેમણે કહ્યું કે આ આપણા સૌ ગુજરાતી વિકિપીડિયા સભ્યો ને મળવાની પણ સારી તક હોઈ શકે. જો આપ સૌ ને રસ હોય તો આપડે માર્ચ મહિના માં આ કાર્યક્રમ એવી રીતે ગોઠવીએ કે વધુ માં વધુ મિત્રો મળી શકીએ. જો કોઈ મિત્રો ને પ્રવાસ આયોજન માં આર્થીક સગવડ ની મુશ્કેલી હોય તો સંકોચ ના અનુભવશો. આપડે એની વ્યવસ્થા જરૂરથી કરી શકીશું. આ ફક્ત એક પ્રસ્તાવ છે આપડે સૌ મળી શકીએ તે માટે. આપણા વિચાર જરૂર જણાવશો!

આભાર
નૂપુર