ભાઈઓ અને બહેનો,

સૌ પ્રથમ તો આપ સહુને નવા વરસના સાલ મુબારક! અને દેવ દિવાળીની હાર્દિક શુભકામનાઓ!

વિકિપીડિયામાં પરિણામો શોધવા (Search) માટેની સુવિધામાં એક નવો ઉમેરો થયો છે, જેને સિરસ સર્ચ (Cirrus Search) એવું નામ તેના ડેવલપર્સે આપ્યું છે. આ સુવિધા પ્રાયોગિક ધોરણે આપણાં ગુજરાતી વિકિપીડિયામાં પણ મેં શરૂ કરાવી છે. મને એના દ્વારા મળતા પરીણામો વધુ સચોટ લાગે છે, આપ સહુને પણ વિનંતિ કે થોડો અખતરો કરી જુઓ અને પરિણામો મને જણાવશો. આનો મોટામાં મોટો ફાયદો એ છે કે પાનામાં વપરાયેલા ઢાંચાઓમાં પણ જો શબ્દ વાપર્યો (transcluded template) હોય તો શોધ પરિણામોમાં એ પાનું જોવા મળે છે.

મેં કારતક શબ્દ શોધવા માટે આ પ્રયોગ કર્યો, તો વગર cirrus searchએ મને ૯૪ પરિણામો આપ્યા જ્યારે cirrus searchએ ૪૧૪ પરિણામો મારી સામે ધર્યા.

સામાન્ય શોધ દ્વારા મળેલા પરિણામો
https://gu.wikipedia.org/w/index.php?title=%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B6%E0%AB%87%E0%AA%B7:%E0%AA%B6%E0%AB%8B%E0%AA%A7&limit=500&offset=0&redirs=1&profile=default&search=%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A4%E0%AA%95

સિરસ શોધ દ્વારા મળેલા પરિણામો:
https://gu.wikipedia.org/w/index.php?title=%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B6%E0%AB%87%E0%AA%B7:%E0%AA%B6%E0%AB%8B%E0%AA%A7&limit=500&offset=0&redirs=1&profile=default&search=%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A4%E0%AA%95&srbackend=CirrusSearch

બીજી મહત્વની વાત એ છે કે જો તમે પરિણામો પર એક નજર નાખશો તો જણાશે કે સામાન્ય શોધમાં છેવટના ૧૮ પરિણામો એવા છે જેમાં ખરેખર શબ્દ "કારતક" વપરાયો નથી, બલ્કે કૃતિકા, કાર્તિક, વગેરે જેવા રૂપો વપરાયા છે જે આપણે શોધ્યા નહોતા. જ્યારે સિરસ સર્ચ ફક્ત અને ફક્ત કારતક શબ્દ ધરાવતા પરિણામો જ બતાવે છે.

અને હવે વાત તમારે આ પ્રયોગ કેવી રીતે કરવો તેની. તમે ઉપર આપેલી બંને કડીઓ વચ્ચેનો તફાવત નોંધ્યો જ હશે, જે મુજબ સિરસ સર્ચ કરવા માટે તમને સામાન્ય સર્ચને અંતે મળતા પરિણામોમાં ઉપરના URLમાં અંતે &srbackend=CirrusSearch એટલું ઉમેરીને એન્ટર મારવાનું છે. કરી જુઓ અને જો આ સુવિધા ઉપયોગી ન લાગે તો જણાવશો. જો ઉપયોગી જણાય અને કોઈ મોટો વિરોધ ન હોય તો આવતા સપ્તાહના અંત સુધીમાં મુખ્ય શોધની પદ્ધતિ તરીકે આને સક્રિય કરી દેવામાં આવશે.

સાભાર,
ધવલ સુધન્વા વ્યાસ