મિત્રો,

વિકિસ્રોત પર વિહરમાન સહકાર્ય પરિયોજના - "વેવિશાળ"નું અક્ષરાંકન ૮૫% જેટલું પૂર્ણ થયું છે. બાકી રહેલા પ્રકરણો સહભાગી સભ્યોને વહેંચાઈ ગયા છે. આ સાથે પરિયોજના ક્રમાંક ૨૭ હેઠળ મોહનદાસ કરમચંદ ગાંધી રચિત અનુભવ ગાથા "મારો જેલનો અનુભવ"ને સ્રોત પર ચડાવવાનું કાર્ય હાથમાં લઈએ છીએ.

ગાંધીજીના દક્ષીણ આફ્રિકાના સમય દરમ્યાન ભોગવાયેલ જેલવાસના અનુભવો આ પુસ્તકમાં વણી લેવામાં અવ્યા છે. આ પુસ્તક સૌપ્રથમ વખત ફિનિક્સ ખાતે બહાર પડ્યું હતું. ગાંધીજીના જેલના અનુભવ સાથે સાથે સત્યાગ્રહની છેલ્લી લડતનો અનુભવ પણ જોડવામાં આવ્યો છે. ગુજરાતી ભાષાની આ અવિસ્મરણીય કૃતિને વિકિસ્રોત પર ચડાવવાના સહકાર્યમાં આપ પણ નીચે આપેલી કડી (લિંક) પર જઈ જોડાઈ શકો છો.


http://gu.wikisource.org/wiki/%E0%AA%9A%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9A%E0%AA%BE:%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8B_%E0%AA%9C%E0%AB%87%E0%AA%B2%E0%AA%A8%E0%AB%8B_%E0%AA%85%E0%AA%A8%E0%AB%81%E0%AA%AD%E0%AA%B5


આભાર.

સુશાંત સાવલા
20% Off - Your email and website at your own domain now for Rs. 53/month till 31 Aug