મિત્રો,

વિકિસ્રોત પર વિહરમાન સહકાર્ય પરિયોજના "હિંદ સ્વરાજ!" અને "માણસાઈના દીવા" પુસ્તકનું અક્ષરાંકન પણ પૂર્ણ થઈ ગયું છે.

"માણસાઈના દીવા" એ રવિશંકર મહારાજની વાતો વર્ણવે છે. આ પરિયોજનાનું સંચાલન અશોકભાઈ મોઢવડીયાએ સંભાળ્યું. પરિયોજના ૨૦-૦૨-૨૦૧૩ ના શરૂ થઈ અને તે ૧૨-૦૩-૨૦૧૩ ના પૂર્ણ થઈ. આ પરિયોજનામાં અશોક મોઢવાડીયા, સતિષચંદ્ર, વ્યોમ, અશોકભાઈ વષ્ણવ, દેવેંદ્રસિઁહ ગોહિલ, જયમ પટેલ અને સુશાંત સાવલાએ ભાગ લીધો હતો.

"હિંદ સ્વરાજ"એ આદર્શ હિંદુસ્તાન કેવું હોવું જોઈએ અને સત્યાગ્રહનો અર્થ સમજવાતું ગાંધીજી લિખિત પુસ્તક છે. આ પરિયોજના નવયુવાન સભ્ય વ્યોમના વ્યવસ્થાપન હેઠળ ચાલી. પરિયોજના ૨૮-૦૨-૨૦૧૩ ના શરૂ થઈ અને તે ૧૩-૦૩-૨૦૧૩ ના પૂર્ણ થઈ. આ પરિયોજનામાં સતિષચંદ્ર, વ્યોમ, સુશાંત, અશોકભાઈ વષ્ણવએ ભાગ લીધો હતો.

સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર.

આ સાથે નવી પરિયોજના ક્રમાંક ૧૮ હેઠળ ઝવેરચંદ મેઘાણીનું પુસ્તક "કંકાવટી" શરૂ કરીએ છીએ. આ પુસ્તક ગુજરાતમાં પરંપરાએ કરવામાં આવતા ઉપવાસ - વ્રતને આવરી લેતી કથાઓ ઉપર આઅધારિત છે. જે મિત્રોને સહકાર્યના આ કાર્યમાં સહભાગી થવું હોય તેઓ નીચે દર્શાવેલી કડી પર સંપર્ક કરશો.


https://gu.wikisource.org/wiki/%E0%AA%9A%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9A%E0%AA%BE:%E0%AA%95%E0%AA%82%E0%AA%95%E0%AA%BE%E0%AA%B5%E0%AA%9F%E0%AB%80

આભાર


સુશાંત સાવલા

Catch India as it happens with the Rediff News App. To download it for FREE, click here