મિત્રો,
આજનો ગુજરાતા વિદ્યાપીઠનો કાર્યક્રમ બપોરે બારથી બે વાગ્યા દરમ્યાના મહાદેવ દેસાઇ મહાવિદ્યાલયની કમ્પ્યૂટર પ્રયોગશાળામાં રાખવામાં આવ્યો છે. પ્રયોગશાળા મ.દે. મહાવિદ્યાલયના બીજા માળે આવેલી છે. જે કોઈ મિત્રોને અનુકૂળતા હોય તેમને પધારવા માટે ભાવભર્યું આમંત્રણ છે. આ કાર્યક્રમને વિદ્યાપીઠના કુલપતિ શ્રી સુદર્શન આયંગરે ખૂબ ગંભિરતાથી લીધો છે અને ભાષાના પ્રાધ્યાપકો અને સંશોધનના વિદ્યાથીઓ પુરતો મર્યાદિત રાખ્યો છે.
કોઈને પણ ત્યાં પહોંચવામાં તકલીફ હોય કે અન્ય માહિતી જોઈતી હોયા તો મારો 7567453051 પર સંપર્ક કરશો.
સાભાર,
ધવલ સુ. વ્યાસ
2013/2/28 Dhaval S. Vyas <dsvyas@gmail.com>

ભાઈઓ અને બહેનો,

વિકિસ્રોતની પ્રથમ વર્ષગાંઠ નજીક આવી રહી છે. ગઈ વખતે વેબગોષ્ઠિમાં જોડાયેલા મિત્રોને અને તેનો અહેવાલ વાંચ્યો/સાંભળ્યો હોય તેવા સૌને ખ્યાલ હશે કે આપણે એ ઘટનાની ઉજવણી માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ટપાલયાદિમાં નવા જોડાયેલા સભ્યોને જણાવવાનું કે ગુજરાતી વિકિસ્રોત ૨૭ માર્ચના રોજ એક વર્ષનું થશે. આપણે તે વિકિસ્રોતની પ્રથમ વર્ષગાંઠ ઉજવવા માટે ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે જાણીતી એવી સંસ્થા રૂપાયતનમાં એક ખાસ કાર્યક્રમનું આયોજન કર્યું છે. કાર્યક્રમની વધુ વિગતો વિકિસ્રોત:પ્રથમ વર્ષગાંઠ પરથી મળી રહેશે.

રૂપાયતન સંસ્થાનો ઘણો ઘણો આભાર કે જેણે આપણા આ કાર્યક્રમના યજમાન બનવાની તૈયારી દર્શાવી છે. તેમની અનુમતિથી આપણે આગામી ૩૧મી માર્ચને રવિવારના દિવસે સવારે દસથી એક દરમ્યાન જૂનાગઢ નજીકના ગીરનારની તળેટીમાં આવેલા ભવનાથ ખાતે આવેલી સંસ્થા રૂપાયતનમાં આ કાર્યક્રમ યોજીશું. સૌ વિકિમિત્રોને ભાવભર્યું આમંત્રણ છે. સાથે સાથે સૌને અનુરોધ છે કે વહેલી તકે અમને હું પણ ઉપસ્થિત રહીશ વિભાગમાં આપના આવવાનો અણસાર આપશો. આખા કાર્યક્રમનું સુદૃઢ આયોજન કરવા માટે ઉપસ્થિત રહેનારી વ્યક્તિઓના આંકડાનો અંદાજ એક મહત્વપૂર્ણ કામ છે.

આ સાથે આપ સૌને જણાવતા આનંદ થાય છે કે આ કાર્યક્રમની આગળ-પાછળના સમયમાં બીજા બે મોટા કાર્યક્રમો પણ ગોઠવાયા છે.

તમારા સૌના શુભાશિષો અને સાથ-સહકારની અત્યંત આવશ્યકતા છે. રૂપાયતનમાં યોજાનારા કાર્યક્રમમાં શક્ય તેટલા વધુ વિકિમિત્રો (વિકિપીડિયા અને વિકિસ્રોતમાંથી) ઉપસ્થિત રહે તે આશા સાથે,

આપનો આભારી,

ધવલ સુ. વ્યાસ